હિલેરી, જ્યોર્જ સોરોસ, મેસ્સી સહિત 19 હસ્તીને અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ

હિલેરી, જ્યોર્જ સોરોસ, મેસ્સી સહિત 19 હસ્તીને અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ

હિલેરી, જ્યોર્જ સોરોસ, મેસ્સી સહિત 19 હસ્તીને અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ

Blog Article

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને અમેરિકા અને વિશ્વમાં યોગદાન બદલ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન, ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી, વિવાદાસ્પદ રોકાણકાર જ્યોર્જ સોરોસ અને અભિનેતા ડેન્ઝેલ વોશિંગ્ટન સહિત 19 લોકોનું અમેરિકાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માન કર્યું હતું.

પ્રતિષ્ઠિત પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન સ્વર્ગસ્થ એશ્ટન કાર્ટર અને ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેનનું પણ વ્હાઉસ હાઉસમાં યોજાયેલા સમારંભમાં સન્માન કરાયું હતું. વ્યસ્ત સમયપત્રકને કારણે આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર મેસ્સી પ્રમુખ પાસેથી એવોર્ડ મેળવવા વ્હાઇટ હાઉસમાં રૂબરૂ હાજર રહી શક્યા ન હતાં.
સ્પેનિશ-અમેરિકન શેફ જોસ એન્ડ્રેસ, આઇરિશ ગાયક-ગીતકાર અને કાર્યકર્તા બોનો, કેનેડિયન-અમેરિકન કાર્યકર અને નિવૃત્ત અભિનેતા માઇકલ જે ફોક્સ, ઉદ્યોગસાહસિક, દાનવીર અને LGBTQ અધિકાર કાર્યકર્તા ટિમ ગિલ અને સુપ્રસિદ્ધ નિવૃત્ત બાસ્કેટબોલ પ્લેયર ઇર્વિન મેજિક જોન્સન, વિશ્વવિખ્યાત ઇથોલિજિસ્ટ (પ્રાણી વૈજ્ઞાનિક) જેન ગુડોલ, કાર્લાઇલ ગ્રુપના સહસ્થાપક ડેવિડ એમ રુબેનસ્ટેન, જાણીતા લેખક, ડાયરેક્ટર જ્યોર્જ સ્ટીવન્સ જુનિયરને પણ આ એવોર્ડ એનાયત કરાયો હતો.

પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એવી વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે જેમણે અમેરિકામાં સમૃદ્ધિ, મૂલ્યો અથવા સુરક્ષા, વિશ્વમાં શાંતિ અથવા અન્ય મહત્વપૂર્ણ સામાજિક, જાહેર અથવા ખાનગી પ્રયાસોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.
બાઇડને જણાવ્યું હતું કે મહાન નેતાઓ વિશ્વાસ જાળવી રાખે છે, દરેકને વાજબી તક આપે છે અને શિષ્ટતાને દરેક વસ્તુથી ઉપર રાખે છે. આ 19 વ્યક્તિઓ એવા મહાન નેતાઓ છે જેમણે અમેરિકા અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવી છે.

હિલેરી ક્લિન્ટને ઘણા દાયકાઓ સુધી જાહેર સેવામાં અનેક ઇતિહાસ રચ્યાં છે. તેઓ યુએસ સેનેટમાં ચૂંટાયેલ પ્રથમ પ્રથમ લેડી છે. વિદેશપ્રધાન બન્યા પછી તેઓ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીના ઉમેદવાર બનનાર પ્રથમ મહિલા હતાં.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર સોરોસ એક રોકાણકાર, દાનવીર અને ઓપન સોસાયટી ફાઉન્ડેશનના સ્થાપક છે. તેમણે 120થી વધુ દેશોમાં લોકશાહી, માનવ અધિકાર, શિક્ષણ અને સામાજિક ન્યાય માટે ઘણી પહેલનું નેતૃત્વ કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે સોરોસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીકાકાર રહ્યા છે અને ભારતમાં વિવાદનું કેન્દ્ર પણ બની રહ્યાં છે

Report this page